Posts

Showing posts from September, 2024

સપ્ટેમ્બરની ગુજરાતી ફિલ્મો જોવાની મજા આવશે

Image
‘ઉડન છૂ’, ‘ઇન્ટરવ્યુ’, ‘ફ્રેન્ડો’, ‘લોચા લાપસી’ અને ‘સતરંગી રે’ ચાલુ મહિનામાં દરેક પ્રકારના ફ્લેવરનો સ્વાદ ચખાડી દેશે સપ્ટેમ્બર મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, જેમાંની એક ‘ઉડન છૂ’, ગયા અઠવાડિયે રિલીઝ થઈ ચૂકી છે અને આવનારા દિવસોમાં અન્ય ચાર ફિલ્મ રિલીઝ થનાર છે. આ ચારમાંથી બે-બે ફિલ્મોની ક્લેશ પણ બે અઠવાડિયામાં થશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ પણ જોઈએ એવી બોક્સ ઓફિસ પર સફળતા મેળવી નથી શકી, જેથી સપ્ટેમ્બર મહિનામાં જે ફિલ્મો રિલીઝ થવાની છે એ કેટલી સફળ રહે છે એ જોવા જેવું રહેશે.  સૌથી પહેલા અઠવાડિયામાં ‘હાહાકાર’ અને ‘ઉડન છૂ’ વચ્ચે ક્લેશ થવાનો હતો પણ રિલીઝના કેટલાક દિવસ પહેલા જ ‘હાહાકાર’ ના મેકર્સે રિલીઝની તારીખ મોકૂફ કરી દેતા ‘ઉડન છૂ’ ને મોકળું મેદાન મળી ગયું. ‘હાહાકાર’ હવે 18 મી ઑક્ટોબરે થિયેટર્સમાં હાહાકાર કરવા આવશે. ‘ઉડન છૂ’ ની વાત કરીયે તો આ ફિલ્મે રિલીઝ થયાના બે દિવસમાં સારી એવી માઉથ પબ્લિસિટી મેળવી હતી અને બે દિવસમાં અંદાજે 50 લાખ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. આર્જવ ત્રિવેદી અને આરોહી પટેલની આ ફિલ્મના મુખ્ય હીરો હીરોઈન દેવ

ગુજરાતી સંગીતની આશા નભેલી છે આશા ભોસલે પર

Image
અંદાજે 450 જેટલા ફિલ્મી-નોન-ફિલ્મી ગુજરાતી ગીતો આજે પણ સાંભળવા બેસો તો મન નાચી ઉઠે છે.   ગુજરાતી ફિલ્મો અને નોન-ફિલ્મો ગીતોમાં આશા ભોસલેએ અનેક ગીતોને પોતાને કંઠ આપ્યો છે અને ફિલ્મની સફળતામાં પોતાનું બહુમૂલું યોગદાન આપ્યું છે. પોતાના ગાયિકીના કરિયરમાં તેમણે ગુજરાતી સહિત અંદાજે 14 ભાષામાં, ભિન્ન ભિન્ન પ્રકારના ગીતો ગાયા છે. આજે તેમને યાદ કરવાનું કારણ માત્ર એટલું કે રવિવારે આઠમી સપ્ટેમ્બરે તેમનો જન્મદિવસ આવે છે.    1932 ની આઠમી સપ્ટેમ્બરે જન્મેલા આશા મંગેશકરે સંગીતની પ્રારંભિક તાલિમ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી લીધી હતી અને ત્યાર બાદ ¬શાસ્ત્રીય સંગીત તથા ગાયનનું શિક્ષણ માસ્ટર નવરંગ પાસેથી લીધું હતું. 1944 માં તેમનું પ્રથમ પાર્શ્વગાયન ‘માઝં બાળ’ નામની મરાઠી ફિલ્મનું હતું. આ ગીતમાં તેમની સાથે તેમનાં ભાઈબહેનો લતા, મીના, ઉષા અને હૃદયનાથ પણ હતાં. ફિલ્મના સંગીતકાર દત્તા ડાવજેકર હતા. હિંદી ફિલ્મોમાં આશાનું પ્રથમ ગીત વસંત દેસાઈના સંગીતમાં ફિલ્મ ‘અંધોં કી દુનિયા’ (1947) માટે આવ્યું હતું. ગીતના શબ્દો હતા – ‘ગરીબોં કે દાતા ગરીબોં કે વાલી’. આ ગીતમાં તેમની સહગાયિકા જોહરાબાઈ અમ્બાલાવાલી હતી

ખમ્મા મારા વીરા : ભાઈ-બહેનના હેતની રોચક વાર્તા

Image
સચીન અને સારિકાની આ ફિલ્મને બે મહિનામાં જ હિન્દી ભાષામાં ‘રક્ષા બંધન’ નામે રિલીઝ કરવામાં આવી હતી  થોડા દિવસ અગાઉ જ આપણે રક્ષા બંધનનો તહેવાર ઉજવ્યો અને 1976 માં આવેલી ફિલ્મ ‘સોનબાઈની ચુંદડી’ ની વિગતવાર વાત કરી હતી. આ જ વર્ષે માર્ચ મહિનામાં ભાઈ-બહેનના હેતને વાચા આપતી અન્ય એક ફિલ્મ રિલીઝ થઈ હતી જેનું શીર્ષક હતું ‘ખમ્મા મારા વીરા’. કે.જી. ભટ્ટ દ્વારા રજૂ કરવામાં આવેલી ઉષા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સફળ ફિલ્મોમાં પોતાનું નામ સામેલ કરાવે છે અને ગીતો તરજ આજે પણ ગુજરાતીઓને ઘેલા કરવામાં સફળતા મેળવે છે.  બોલીવૂડની ક્યુટ જોડીમાં સ્થાન શોભાવતી સચીન પિગવાકર અને સારિકાની જોડી આ ગુજરાતી ફિલ્મમાં જોવા મળી હતી અને સત્યજીતે પણ પાયાની ભૂમિકા અદા કરી હતી. ફિલ્મ ‘ખમ્મા મારા વીરા’ ની સંપૂર્ણ કાસ્ટ પર નજર કરતાં માલૂમ થાય છે કે આ ફિલ્મમાં અનેક નોન-ગુજરાતી કલાકારો હતા. સચીન, સારિકા અને સત્યજીત ઉપરાંત નઝીર હુસૈન, લલીતા પવાર, જલાલ આગા, જયશ્રી ટી., મીના ટી, જયરાજ, પ્રવીણ પોલ, મહેશ ભટ્ટ, માસ્ટર અલંકાર, બેબી પલ્લવી (અભિનેત્રી પલ્લવી જોશી), મનીષા જાગીરદાર, દુલારી અને બાપુએ અભિનય કર્યો હતો.  શાં