Posts

Showing posts from June, 2024

નિર્વ્યસની + સાહિત્યપ્રેમી + ફૂડી = મલ્હાર ઠાકર

Image
‘છેલ્લો દિવસ’ મળી તો ખરી પણ એક શરત સામે હતી આ ઉપરાંત એક એવી ફિલ્મ ઓફર થઈ જે કો’ક કારણસર ન કરી શક્યો અને પછીથી એ જ ફિલ્મ બની ઢોલીવુડની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ... કઈ છે એ ફિલ્મ?  જે પ્રમાણે બોલીવુડમાં કોઈ પાત્રનું નામ વિજય હોય તો અમિતાભ બચ્ચન યાદ આવે, રાહુલ હોય તો શાહરૂખ ખાન યાદ આવે એમ ઢોલીવુડમાં જો કોઈ વિકી નામ કહે તો મલ્હાર ઠાકરનું નામ અચૂક યાદ આવે. જી હા, આજે ગુજરાતી દર્શકોના લોકલાડિયા અભિનેતા અને નિર્માતા મલ્હાર ઠાકરનો જન્મદિન છે અને આજે આપણે મલ્હાર ઠાકરની કેટલીક અજાણી વાતોને ઉજાગર કરવાનો પ્રયાસ કરીશું.  આજની ગુજરાતી યુવા જનતાના મન પર મલ્હાર ઠાકરનું એકચક્રી શાસન છે. ગુજરાતના સિદ્ધપૂર ખાતે 1990માં મલ્હાર ઠાકરનો જન્મ થયો. પિતા સરકારી નોકરી કરતા જ્યારે માતા એનજીઓમાં સર્વિસ કરતા. સિદ્ધપૂરથી અમદાવાદ સ્થાયી થયેલા મલ્હારનું પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની સી. એન. વિદ્યાલયમાં થયું અને ત્યારબાદ એચ. કે. કોલેજની આર્ટ્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું. આ કોલેજમાં પણ મલ્હારે એડમિશન ખાસ એટલા માટે લીધું હતું કારણ કે અહીં જાણીતા લેખક, ડિરેક્ટર, કવિ સૌમ્ય જોશી ભણાવતા હતા અને તેમના મ

ઓ હો હો હો... શું નામ રાખ્યા છે ગોરી?

Image
આ લહેકો જ કહી આપે છે કે હાસ્ય કલાકાર રમેશ મહેતાને ઓળખની જરૂરત નથી  ઓ હો હો હો... ઢોલીવુડની ફિલ્મોમાં આ લહેકો જ્યારે પણ સાંભળો ત્યારે એક પાતળો, લાંબો, મૂછળીયો, કેડિયુ કે બંડી સાથે ધોતીયુ પહેરેલો માણસ આંખ સામે ખડો થઈ જાય. ઓળખાણ આપવાની જરૂરત ન પડે પણ એવા ગુજરાતી સિનેજગતના દિગ્ગજ હાસ્યકલાકાર, ‘સીટી સમ્રાટ’ રમેશ મહેતાની આજે મનમૂકીને વાત કરીશું જેમની આવતા રવિવારે એટલે કે 23મી જૂને 92મી જન્મજયંતિ આવી રહી છે.  ગોંડલના નવાગામ ખાતે ગિરધારલાલ ભીમજી અને મુક્તાબહેન મહેતાના ઘરે જન્મેલા રમેશ નાનપણથી ભણતરમાં ઓછો પણ ગણતરમાં વધારે રસ ધરાવતા. નિશાળે જવું ઝાઝુ ગમતું નહીં પણ ઘરમાં સાહિત્યીક વાતાવરણ હોવાને લીધે રામાયણ, ગીતા અને સંસ્કૃતના શ્લોકો વાંચવા ઘણા ગમતા. ખુદ તેમના બાપુજીને નાટકનો શોખ હતો જે રમેશમાં પણ ઉતર્યો. ઘણા ઓછાને ખ્યાલ હશે કે રાજકોટમાં બાળપણ વિતાવી રહેલા રમેશ જ્યારે છ મહિનાના હતા ત્યારે તેમના મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માતા-પિતાની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં બાળ રમેશને રજૂ કરી દીધા હતા. ગિરધરલાલજીની નાટ્યકંપનીઓ સાથે સારી એવી ઓળખાણ હતી જેનો લાભ રમેશને મળ્યો. પિતા

ફિલ્મી ટેક્નોલોજી જેટલી અઘરી તેટલી રોચક પણ

Image
ફોટોગ્રાફી, સાઉન્ડ અને એડિટીંગ એમ ત્રણ તબક્કે ફિલ્મ નિર્માણની પ્રક્રિયાને વિભાજીત કરી શકાય છે જે પોતે અનેક મહેનત માંગી લેય એવું રોચક કામ છે ફિલ્મ જગતના મોટાભાગના નિર્દેશકોના ભૂતકાળ પર જો નજર કરીયે તો આપણને ખબર પડે છે કે તેઓ પહેલા એડિટર તરીકે અથવા આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કશે ના કશે કામ કરી ચૂકેલા છે. આસિસ્ટન્ટ ડિરેક્ટરનું કામ કરી ડિરેક્ટર બને એ વાત અલગ છે પણ એક એડિટર જ્યારે ડિરેક્ટર બને ત્યારે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા એ વધું સારી રીતે પાર પાડી શકે. કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો, કયા કેમેરા, કયા લેન્સ વાપરવા, કયા એન્ગલથી એક સીન શૂટ કરવો છે અને ત્રણ-ચાર કેમેરામાંથી કયા કેમેરાથી લેવાયેલા કયા શોટને ફિલ્મમાં સ્થાન આપવું છે એ બધું ડિરેક્ટર બનેલો એડિટર પહેલા જ નક્કી કરી રાખી શકે છે.    આજે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં વપરાતી કેટલીક ટેક્નોલોજીની વાત કરવી છે, જે એક ગહન વિષય છે અને એને એક લેખમાં સમાવી લેવો અસંભવ છે. તેમ છતાં ફિલ્મ મેકિંગની મુખ્ય ટેક્નોલોજીની વાત કરીયે તો ફિલ્મ બનાવતા પહેલા દરેક પ્રોડક્શન હાઉસ જે-તે ફિલ્મ બનાવવા પાછળ કેટલો ખર્ચ આવશે એની ગણતરી કરે છે. તેમની પાસે ફિલ્મ શૂટ ક

‘ચૂપ’કીદી રાખવાની નહીં તોડવાની વાત છે

Image
અનેક અફવાઓને રદિયો આપીને રિલીઝ થયેલી આ મલ્ટિસ્ટારર ફિલ્મ થ્રિલર અને સસ્પેન્સનું એક નવું નજરાણું પીરસશે ગુજરાતી સિનેજગતના શરૂઆતના પાંચ મહિના ‘ડેની જીગર’થી પ્રારંભ થઈ ‘ઝમકુડી’ પર આવીને સમાપ્ત થાય છે. આ પાંચ મહિનામાં ‘ઈટ્ટા-કિટ્ટા’, ‘કસૂંબો’ અને ‘સમંદર’ જેવી અનેક નોંધનીય ફિલ્મો રિલીઝ થઈ જેણે દર્શકોને આકર્ષ્યા પણ હવે આજે ગુજરાતી સિનેજગતની એક એવી ફિલ્મ આજે રિલીઝ થઈ છે જેનું નામ ‘ ચૂપ ’ છે પણ એ ઘણું બધું કહી જવાની ક્ષમતા ધરાવે છે.  ફિલ્મ ‘ચૂપ’ એક મલ્ટિસ્ટારર ફિલ્મ છે જેમાં હિતેન કુમાર, મોરલી પટેલ, હીના જયકિશન, આકાશ પંડ્યા, હેમાંગ દવે, હેમિન ત્રિવેદી, વિકી શાહ, મગન લુહાર, ધ્વનિ રાજપૂત, પૂજા દોશી, હરીતા શાહ, બાળ કલાકાર વિશાલ ઠક્કર અને અન્ય કલાકારો જોવા મળશે. ઋષિકેશ ઠક્કર લિખીત આ વાર્તા ડી.બી. પિક્ચર્સ અને વિકાસ પટેલ દ્વારા બનાવવામાં આવી છે જેનું ડિરેક્શન નિશીથ બ્રહ્મભટ્ટે કર્યું છે. આ પહેલા ઋષિકેશ ઠક્કર ‘ચારફેરાનું ચકડોળ’ જેવી ફિલ્મ સાથે ‘વિદેશી વહું તને શું કહું’, ‘લગન કર્યા ને લોચા પડ્યા’, ‘પત્ની મારી પરમેશ્વર ને હું પત્નીનો દાસ’ જેવા નાટકો પણ લખી ચૂક્યા છે.  ફિલ્મ ‘ચૂપ’ ની વાત

કેટલાને પાછળ પાડશે આ ‘ઝમકુડી’

Image
માનસી પારેખની 20204ની રિલીઝ થયેલી આ બીજી ફિલ્મથી સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણી ઢોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે અને એ દર્શકોને કેટલી ગમે છે એ તો આવનારા દિવસોમાં ખબર પડશે આવનારા દિવસોમાં ગુજરાતી સિનેમામાં કેટલીક ધમાકેદાર ફિલ્મો આવી રહી છે. આ ધમાકેદાર ફિલ્મોની લિસ્ટમાંની એક ફિલ્મ આજે થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે જેનું નામ છે ‘ઝમકુડી’. માનસી પારેખ અને પાર્થિવ ગોહિલની માલિકીના સોલ સૂત્ર સ્ટુડિયોઝે ધવલ ઠક્કર સાથે મળીને પ્રોડ્યુસ કરેલી આ એક હોરર કોમેડી ફિલ્મ છે જેનું ડિરેક્શન ઉમંગ વ્યાસે કર્યું છે.  ‘ઝમકુડી’ ની વાત કરીયે તો આ ફિલ્મમાં મા નસી પારેખ સાથે લીડ રોલમાં સોશ્યિલ મીડિયા ઇન્ફ્લુએન્સર વિરાજ ઘેલાણીએ અભિનય કર્યો છે, જોકે વિરાજની આ ડેબ્યુ ગુજરાતી ફિલ્મ છે. માનસી અને વિરાજની સાથે ફિલ્મમાં કોમેડીનો ફ્લેવર ઉમેરવા માટે સંજય ગોરડિયા, ઓજસ રાવલ, ચેતન દૈયા, જયેશ મોરે, સંજય ગલસાર સહિત ભાવિની જાની, નિસર્ગ ત્રિવેદી અને અન્ય કલાકારો જોવા મળશે. તાજેતરમાં સ્વર્ગસ્થ થયેલા જામનગરના યુવા કલાકાર ભૌમિક આહિરની આ છેલ્લી ફિલ્મ છે. આ પહેલા તે ‘વિકીડાનો વરઘોડો’ જેવી ફિલ્મો અને અનેક નાટકોમાં