Posts

Showing posts from March, 2024

અભિનય ક્ષેત્રે રંગભૂમિ અને સિનેમામાં માત્ર માધ્યમનો ફરક છે

Image
અભિનય ક્ષેત્રે આગળ વધવા માંગતા વિદ્યાર્થીએ કેટલાક વર્ષ રંગભૂમિ પર પસાર કરવા જોઈએ જેથી કરીને પોતાના મનગમતા કામકાજની બારીકી શીખવા મળે બુધવારે રંગભૂમિના કલાકારો અને ચાહકવર્ગે વર્લ્ડ થિયેટર ડે ઉજવ્યો. અન્ય પ્રાદેશિક ભાષાઓની સાથે આપણે ગુજરાતી ભાષી જનતા તરીકે ખરેખર નસીબવંતા છીએ કે આપણે રંગભૂમિના પ્રયોગોને જીવંત માણી શકીયે છીએ, જોકે કોરોનાકાળ બાદ હજુ પણ રંગભૂમિ વ્યવસ્થિતપણે બેઠી થવા પ્રયાસ કરી રહી છે. એવામાં ઘણાં કલાકારો આજે રંગભૂમિથી સિરીયલ્સ અને સિનેમા તરફ વળી રહ્યા છે, જેમાંના કેટલાક કલાકારોની આજે આપણે વાત કરશું.  આમ તો અઢળક રંગભૂમિના કલાકારો એવા છે જે ગુજરાતી સિનેમા તરફ વળ્યા છે તેમ છતાં આ સ્વિચઓવર કોણે, ક્યારે શરૂ કર્યું એ કહેવું અઘરું છે. રંગભૂમિ સાથે જોડાયેલા કલાકાર અને ફક્ત સિરીયલ્સ અને ફિલ્મો કરતા કલાકારો વચ્ચેનો ફરક સામાન્યપણે જોવા મળી જ જતો હોય છે. નસીરુદ્દીન શાહ અને રાજેશ ખન્ના વચ્ચે શું ફરક છે એ કહેવાની જરૂર પડતી નથી, કેમ કે તેમના નામ અને કામ પરથી જ તેમના અભિનયનો પરચો મળી રહે છે. ગુજરાતી કલાકારોની યાદી બનાવીયે તો એમાંથી અનેક કલાકારો આપણને એવા મળશે જે રંગભૂમિ સાથે સંક

ઢોલીવૂડના દરેક ગીત એક કવિતા છે અને દરેક કવિતા એક ગીત

Image
જેમ બદલાતા સમય સાથે ફિલ્મોની વાર્તા બદલાઈ છે, એમ ગીતોનું બંધારણ અને તેની રજૂઆત પણ બદલાઈ છે, તેમ છતાં ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા ગીતકાર-સર્જકોની અછત પણ વર્તાઈ રહી છે ગુજરાતી સિનેમા જગતમાં બનતા ગીતોએ આજે અલગ રૂપ લીધું છે. દર વખતની જેમ આજના ગીતો સાંભળવા તો ઘણા ગમતા હોય છે પણ જાજા યાદ નથી રહેતા કે ગણગણાતા નથી. આ સમસ્યા માત્ર ગુજરાતી ગીતોને નહીં પણ લગભગ દરેક પ્રાદેશિક ભાષાની ફિલ્મોની છે. વળી, આપણે આપણા વડિલોને એમ કહેતા પણ ઘણીવાર સાંભળ્યા હશે કે અમારા જમાનામાં તો એવા એવા ગીતો બનતા કે આજે પણ એ ગીતો સાંભળતા અમે નાચી પડીયે છીએ અને આખે આખા ગીત ગાતા થઈ જઈએ છીએ... ગઈ કાલનો દિવસ એટલે કે 21મી માર્ચ વર્લ્ડ પોએટ્રી ડે એટલે વિશ્વ કવિતા દિવસ તરીકે ઉજવાયો. ફિલ્મના ગીતોને જો એક અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરીએ તો તે એક પ્રકારની કવિતા જ કહી શકાય, જેમાં ગીતકાર વાર્તાને અનુરૂપ જે-તે પાત્રની લાગણીઓને વાચા આપી દર્શકો સામે રજૂ કરે છે. છંદબદ્ધ એ રચનામાં જ્યારે યોગ્ય સંગીત ઉમેરાય ત્યારે એક સુંદર ગીત, ગઝલ, અથવા તો કવિતાનું સર્જન થાય છે. આપણું સિનેમા જગત તો ગીત-સંગીત વિના અધૂરુ છે. તેમ છતાં ઘણાં

ગુજરાતી ફિલ્મો સાથે તેની રિમેક પણ સફળ થઈ રહી છે

Image
ગુજરાતી ફિલ્મ ‘ વશ ’ ની રિમેક ‘શૈતાન’ બની પણ એ પહેલાં અનેક એવી ગુજરાતી ફિલ્મો અને નાટકો છે જેના પરથી બોલીવૂડમાં રિમેક બની અને એ સફળ પણ રહી છે ફિલ્મ મેકિંગ એક એવો વિષય છે જ્યાં કોઈપણ પ્રાદેશિક ભાષાની ફિલ્મ આંતરરાષ્ટ્રીયસ્તરે જવાની ક્ષમતા રાખે છે. એમાં પણ એકને એક વાર્તા અલગ અલગ કલાકારો સાથે ફરીથી નવા વર્જનમાં દર્શકો સામે ઘણીવાર પ્રસ્તુત કરવામાં આવે છે. એમાં પણ ફિલ્મની વાર્તા જો મેજદાર હોય તો એની રિમેક બનતા વાર નથી લાગતી પછી એ ‘દેવદાસ’ હોય કે ‘દ્રશ્યમ’. રિમેકનો આ સિલસીલો છેલ્લાં ઘણા વર્ષોથી ધમધોકાર ચાલી રહ્યો છે. હજુ ગયા અઠવાડિયે મહિલા દિને જ ગુજરાતી સુપરનેચરલ ફિલ્મ ‘ વશ ’ ની હિન્દી રિમેક ‘શૈતાન’ રિલીઝ થઈ હતી જેણે ઘણાં નોન-ગુજરાતી ભાષી દર્શકોના દિલ જીત્યા. માત્ર ‘વશ’ જ નહીં, પણ એવી અનેક ગુજરાતી ફિલ્મો છે, ગુજરાતી વાર્તા અને નાટકો છે જેના પરથી અન્ય ભાષામાં રિમેક બનાવવામાં આવી છે અને પ્રોડ્યુસરોને નફો કરાવતી રહી છે. આજે આપણે કેટલીક એવી રિમેક પર નજર કરીયે. પાછલા લેખમાં આપણે ‘ગુણસુંદરી’ ફિલ્મની વાત કરી હતી જેને લગભગ 15 વર્ષમાં ત્રણ વાર બનાવવામાં આવી હતી. ગુજરાતી ફિલ્મ જગતમાં કદા

ઢોલીવૂડની મહિલા કેન્દ્રિત ફિલ્મો વિશે જાણો છો?

Image
  ફિલ્મ ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન અંદાજે 26 ટકા જેટલું ગણાય છે પણ મીરાબાઈ, ગુણસુંદરીથી ચાલી આવેલી આ પ્રથા આજે કચ્છ એક્સપ્રેસ અને ઝૂંપડપટ્ટી સુધી પહોંચી છે એનો આનંદ પણ અનેરો છે ગુજરાતી ફિલ્મ જગતમાં જે પ્રકારની ફિલ્મો બનતી આવી છે અને આજે જે પ્રકારની ફિલ્મો બને છે એમાં એક વાત ઘણી કોમન છે અને એ છે મહિલા કેન્દ્રિત ફિલ્મોની ઉણપ. આજે વિમેન્સ ડે નિમીત્તે આપણે એવી ફિલ્મોની વાત કરવી છે જે મહિલા કેન્દ્રિત છે. આમ તો હંમેશા પુરુષ એક્ટરને ફિલ્મનો નાયક કહેવામાં આવતો હોય છે પણ ખાસ કરીને આપણી ગુજરાતી ફિલ્મોની વાત કરીયે તો એવી કેટલીક ફિલ્મો છે જેમાં મહિલા પાત્રએ ફિલ્મના નાયકની ભૂમિકા ભજવી હોય. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મ મેકિંગના ક્ષેત્રમાં સ્ત્રીઓનું યોગદાન અંદાજે 26 ટકા જેટલું છે અને આ ટકાવારી વધારવાની તાતી જરૂરત છે. તેમ છતાં સ્ત્રીઓને કેન્દ્રસ્થાને રાખીને અલગ-અલગ સમયે બનેલી કેટલીક એવી ગુજરાતી ફિલ્મોની અહીં વાત કરીયે જેણે દર્શકોને ખરેખર ગડમથલમાં નાખી દીધા હતા. ગુજરાતી ફિલ્મ જગતમાં અનેક મહિલા પાત્રોના જીવન પર ફિલ્મો બની છે, જેમાં મીરાબાઈ પ્રથમ સ્થાને છે. તેમ છતાં જ્યારે 1930-40માં ગુ

આ મહિને સામાજીક મુદ્દાઓને લઈને આવી રહી છે ગુજરાતી ફિલ્મો

Image
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ટેન્શન ફ્રી એન્ટરટેઇમેન્ટ માણ્યા બાદ હવે માર્ચ મહિનામાં સામાજીક મુદ્દાઓને વ્યક્ત કરતી ફિલ્મો આવી રહી છે ગુજરાતી સિનેમા જગત માટે વર્ષ 2024ના શરૂઆતના બે મહિના સારા રહ્યા એમ કહી શકાય. આ બે મહિનામાં કુલ 10 ફિલ્મ રિલીઝ થઈ જેમાંથી સાત ફિલ્મ અર્બન કોન્ટેન્ટવાળી રહી અને ત્રણ ફિલ્મ રૂરલ કોન્ટેન્ટવાળી. હવે આજથી શરૂ થઈ રહેલા માર્ચ મહિનામાં કુલ ચાર ગુજરાતી ફિલ્મો રિલીઝ થવાની છે. આગળ વધતા પહેલા છેલ્લા બે મહિના પર નજર કરીયે તો જાન્યુઆરીમાં આવેલી યશ સોની અને તર્જની ભાડલાની ‘ ડેની જીગર ’ ધાર્યા પ્રમાણે ઓડિયન્સને આકર્ષી ન શકી અને ફ્લોપ રહી, જેનો લાભ રોનક કામદાર અને માનસી પારેખની ફિલ્મ ‘ઇટ્ટા-કિટ્ટા’ને મળ્યો. આ ફિલ્મે સફળતાના દરેક સોપાન સર કર્યા અને દર્શકોના મનમાં પણ સ્થાન મેળવ્યું. ‘ઇટ્ટા-કિટ્ટા’ સાથે ‘મારા પપ્પા સુપરહીરો’ ની ક્લેશ થઈ હતી જેમાં શ્રદ્ધા ડાંગર અને અભિનય બેન્કરે અભિનય કર્યો હતો. એક સારા વિષય સાથે આવેલી ફિલ્મ ‘મારા પપ્પા સુપરહીરો’ ‘ઇટ્ટા-કિટ્ટા’ જેટલી સફળતા નહોતી મેળવી શકી પણ ઇન્ટરનૅશનલ લેવલે ઘણી નામના મેળવી ચૂકી હતી. ફેબ્રુઆરીમાં ‘કમઠાણ’, ‘