Posts

Showing posts from May, 2024

ગુજરાતી ફિલ્મો, સાહિત્ય અને સાહિત્યકારોનો સંબંધ ઘણો જૂનો છે

Image
‘પૃથિવીવલ્લભથી’ માંડી આ યાત્રા હવે ‘રેવા’ અને ‘કમઠાણ’ સુધી આવી પહોંચી છે એનો અનેરો આનંદ છે પણ આ ગતિ, કાચબાગતિ રહી છે  કોઈપણ વાર્તાને કેન્દ્રસ્થાને રાખીને વાત કરશો તો એ વાર્તાનો તંતુ તમને કશેકના કશેક જોડાયેલો જોવા મળશે જ. એક પરિવાર, એક વ્યક્તિના સંઘર્ષની વાર્તા પહેલા પણ બનતી અને આજે પણ બને છે. એક વાર્તાને અલગ અલગ રૂપમાં કહેવાથી માત્ર તેનું પ્રારૂપ બદલાય છે અને જે-તે ફિલ્મ દ્વારા ફિલ્મમેકર્સ જનતા સુધી પહોંચાડવા માંગતા સંદેશ બદલાય છે અને આ પ્રક્રિયા માત્ર ગુજરાતી જ નહીં અપિતુ કોઈપણ ભાષાની ફિલ્મમાં જોવા મળે છે.  ગુજરાતી ફિલ્મ જગતમાં આજે અનેક એવી વાર્તાઓ જોવા મળે છે જે તદન નવી જ હોય છે. જોકે વાર્તા નવી નથી હોતી પણ તેને કહેવાનો, પ્રસ્તુત કરવાનો નજરિયો અલગ હોય છે. દાખલા તરીક કહીયે તો મહાત્મા ગાંધીની જીવની પર અનેક ફિલ્મો બની છે જેમાં તેમની કારકિર્દી અને મહાનતા બતાવવામાં આવી છે. વળી, કેટલીક ફિલ્મો ગાંધીજીના જીવન પર એવી પણ બની છે જેમાં તેમના કામકાજ પર સવાલ ખડા કરવામાં આવ્યા છે અને એક અલગ દ્રષ્ટિકોણથી ગાંધીજીને મોટા પડદા પર ચિતરવામાં આવ્યા છે.      કહેવાનો ભાવાર્થ એ છે કે કોઈપણ ફિલ્મ

‘અખંડ સૌભાગ્યવતી’ એટલે દમદાર ગીત-સંગીત અને ડાયલોગ્સનું કોમ્બિનેશન

Image
આ ફિલ્મના સાતેય ગીતો સુપરહિટ રહ્યા, એમાં પણ એક ગીત એવું જે ગઈ કાલે 97મી વર્ષગાંઠ ઉજવી 98માં વર્ષે પ્રવેશ કરી ચૂક્યું છે, તેમ છતાં આજે પણ એ ગીતની રમણીયતા યથાવત્ છે ઢોલીવૂડના પીટારામાંથી આજે વાત કરવી છે 1963માં આવેલી એક એવી ફિલ્મની જે એક પ્યોર બોલીવૂડ મસાલા ફિલ્મ જેવી જ હતી. આ ફિલ્મની વાર્તા સાધારણ હોવા છતાં તે લોકોના દિલમાં આજે પણ યાદગાર એવું અમૂલ્ય સ્થાન ધરાવે છે. ફિલ્મનું ગીત-સંગીત તેના પ્રબળ પાસા હતા જેને લીધે ફિલ્મ સુપરહિટ રહી. આ ફિલ્મ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ છે ‘અખંડ સૌભાગ્યવતી’. આ ફિલ્મની સફળતામાં માત્ર એના ગીત-સંગીત જ નહીં પરંતુ દમદાર ડાયલોગ્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 1963માં રજત ફિલ્મ્સ દ્વારા ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ બનાવવામાં આવી હતી જેનું દિગ્દર્શન કર્યું હતું મનહર રસકપુરે. આ ફિલ્મની વિગતવાર વાત શરૂ કરતા પહેલા ફિલ્મમાં યોગદાન આપનારા વ્યક્તિઓને જાણી લઈએ. ફિલ્મ ‘અખંડ સૌભાગ્યવતી’ માં બોલીવૂડની ફેમસ પણ મૂળ ગુજરાતી અભિનેત્રી આશા પારેખ અને મેહશ કુમારની જોડી જોવા મળી હતી. તેમની સાથે આ ફિલ્મમાં અરવિંદ, આગા, ઉમાકાંત, પદ્મારાણી, દેવિકા રોય, ચંદ્રવદન ભટ્ટ, શમ્મી જી

થિયેટર્સને જીવતા રાખવાની જવાબદારી ઓડિયન્સની

Image
સ્માર્ટ ટીવી, ઓટીટીને લીધે આળસુ બનેલી આજની પ્રજા થિયેટર સુધી જવા નથી માંગતી પણ પોતાની સુખ સુવિધા સાચવવામાં એ થિયટર્સનું નિકંદન કાઢી રહી છે ઢોલીવૂડ હોય કે બોલીવૂડ એક પ્રશ્ન દરેક પ્રાદેશિક અને વૈશ્વિક ફિલ્મમેકર્સને છેલ્લાં લાંબા સમયથી સતાવી રહ્યો છે અને એ છે થિયેટર્સ સુધી ન આવતી ઓડિયન્સ. ખરેખર આ એક એવી સમસ્યા છે જેનાથી ગુજરાતી સિનેમા જગત પણ છેટૂ રહી શક્યું નથી. ફિલ્મમેકર્સ દરેક પ્રકારના પ્રયાસ કરે છે કે તેની ટાર્ગેટ ઓડિયન્સ થિયેટર સુધી આવે અને તેણે બનાવેલી ફિલ્મ કે નાટક નિહાળે. તેમ છતાં તેમને ધાર્યી સફળતા નથી મળતી. વળી આ એક એવો મુદ્દો છે જેમાં ફિલ્મમેકર્સ ઓડિયન્સનો અને ઓડિયન્સ ફિલ્મનો વાંક કાઢતી રહે છે. માટે સમાધાનરૂપે જરૂરી બની રહે છે કે આ મુદ્દાને સમજી-વિચારીને સ્વીકારવામાં આવે અને અમલમાં મૂકવામાં આવે. જે-તે ઓડિયન્સ થિયેટર્સ સુધી નથી જતી એના માટે અનેક કારણો જવાબદાર છે. ફિલ્મમેકર્સના દ્રષ્ટિકોણથી અને ઓડિયન્સના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીયે તો બંનેના લક્ષ્ય એક સરખા હોવા છતાં તેમની વિચારધારા અને તેમના માર્ગ અલગ અલગ છે. સૌથી પહેલા ફિલ્મમેકર્સના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયાસ

વ્યક્તિ એક પણ એના જીવન પર ફિલ્મો બની નવથી પણ વધારે

Image
આદિકવિ નરસિંહ મહેતાના જીવન પર 1932થી 1984 સુધી લગભગ નવ ગુજરાતી ફિલ્મો બની અને દરેકે દરેક ફિલ્મ સફળ રહી, આ ઉપરાંત એમના જીવનકવન પર સિરીયલ પણ બની જે દૂરદર્શન પર પ્રસારિત થતી હિન્દી સિનેજગતની પહેલી બોલપટ ફિલ્મ તરીકે ‘આલમ આરા’ નું નામ સૌ કોઈ જાણે છે પણ ગુજરાતી સિનેમા જગતની પહેલી વહેલી બોલપટ ફિલ્મનું નામ પૂછવામાં આવે તો ઘણા જૂજ લોકોને એ ફિલ્મનું નામ ખબર હશે. આ પ્રશ્ન પૂછવાનો આશય એટલો જ કે ગુજરાતી સિનેમાજગતની પહેલી બોલપટ ફિલ્મ એક બાયોપિક હતી અને જે વ્યક્તિની જીવની, એ ફિલ્મમાં દર્શાવવામાં આવી હતી એને ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે. કૃષ્ણભક્ત નરસિંહ મહેતા પહેલા વહેલા એવા વ્યક્તિ બન્યા જેમના પર પહેલી ફૂલ-લેન્થ ગુજરાતી બોલપટ ફિલ્મ બનાવવામાં આવી હતી. એથી પણ વિશેષ વાત એ છે કે નરસિંહ મહેતા એકમાત્ર એવી વ્યક્તિ છે જેમના જીવનના વિવિધ પ્રસંગોને સાંકળીને ઢોલીવૂડમાં એક, બે, ત્રણ નહીં પણ અંદાજે નવ જેટલી ફિલ્મો બની છે અને એ દરેકે દરેક ફિલ્મ સફળ રહી છે.   1932ની નવમી એપ્રિલે પહેલી ગુજરાતી ફૂલ-લેન્થ બોલપટ ફિલ્મ ‘નરસિંહ મહેતા’ શીર્ષક સાથે રિલીઝ કરવામાં આવી હતી. સાગર મૂવીટોન દ્વારા બનાવવામાં આવે