Posts

Showing posts from April, 2024

વર્ષના પાંચમા મહિને લાગશે પાંચ ફિલ્મોનો પંચ

Image
પાંચ અલગ અલગ વિષય સાથે આવનારી ફિલ્મો દર્શકોને કેટલી આકર્ષે છે એ તો જોવા જેવું રહેશે, પણ એન્ટરટેઇમેન્ટ પૈસા વસૂલ રહેશે એની પૂરેપૂરી ગેરન્ટી  ગુજરાતી સિને જગતના ઈતિહાસની કેટલીક રોચક વાતોમાંથી વિરામ લઈને આવતા મહિને રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મો પર નજર કરીયે, તો મે મહિનામાં એક નહીં પણ પાંચ-પાંચ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ રહી છે. એપ્રિલ માસમાં ખાસ ગુજરાતી ફિલ્મો રિલીઝ નહોતી થઈ અને હવે વર્ષના પાંચમાં મહિનામાં પાંચ ગુજરાતી ફિલ્મોનો પંચ જોવા મળવાનો છે.  આ પાંચ ગુજરાતી ફિલ્મોમાં બે ફિલ્મો વચ્ચે ક્લેશ થઈ રહી છે અને એ પણ ત્રીજા અઠવાડિયામાં. સૌથી પહેલા વાત કરીયે તો મે મહિનાની શરૂઆત ધમાકેદાર રહી શકે છે. એકબાજુ સ્કૂલમાં બાળકોનું વેકેશન ચાલી રહ્યું હશે ત્યાં મે મહિનાના પહેલા અઠવાડિયામાં યશ સોની અને કૃષ્ણદેવ યાજ્ઞિકની જોડી ચાઇલ્ડ ટ્રાફિકીંગ જેવા મહત્ત્વના મુદ્દા સાથે રૂપેરી પડદે એન્ટ્રી લઈ રહી છે. ફિલ્મનું નામ છે ‘જગત’. સત્યઘટના પર આધારિત ફિલ્મ ‘જગત’માં યશ સોની સાથે ‘રાડો’ અને ‘હેલ્લારો’ જેવી સુપરહિટ ફિલ્મ્સ કરી ચૂકેલી રિદ્ધી યાદવ અને ચેતન દૈયા મુખ્ય પાત્રમાં જોવા મળશે. જોકે પ્રશાંત બારોટ, મગન

‘માનવીની ભવાઈ’ અને ‘કંકુ’ એટલે ઢોલીવૂડની માઇલસ્ટોન ફિલ્મો

Image
પન્નાલાલ પટેલની આ બંને નવલકથાઓ આજે પણ લોકહૈયે શ્વસે છે અને કદાચ એટલે જ આ વાર્તાઓ પરથી બનેલી ફિલ્મો પણ સફળતાના શિખરો સર કરવામાં અગ્રેસર રહી છે પાછલા લેખમાં આપણે પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’ની વાત કરી હતી અને આ લેખમાં આપણે પન્નાલાલ પટેલની અન્ય બે નવલકથાની વાત કરવાના છીએ જેમના પરથી ગુજરાતી ફિલ્મો બની અને પ્રસિદ્ધી પણ પામી. આ બે નવલકથા છે ‘માનવીની ભવાઈ’ અને ‘કંકુ’. સૌથી પહેલા વાત કરીયે ‘માનવીની ભવાઈ’ નવલકથાની જે 1947 માં પ્રકાશિત થઈ હતી. ગુજરાતમાં 1899-1900 ની સાલમાં આવેલા છપ્પનિયા દુકાળ પર આધારિત આ નવલકથા વાસ્તવમાં તો કાળુ અને રાજુની પ્રેમકથા છે. કાળુ જે વાલા પટેલનો દીકરો છે અને રાજુ ગાલા પટેલની દીકરી છે. એકબીજાને પ્રેમ કરતાં આ પ્રેમી પંખીડાના લગ્ન તો બીજે કશે જ થઈ જાય છે પણ તેમની પ્રેમકથાની સાથે લેખકે દુકાળની અતિદુષ્કર પરિસ્થિતીનું જે શાબ્દિક વર્ણન કર્યું છે, એ વાર્તાને વધારે જીવંત બનાવે છે.  સાહિત્યની દ્રષ્ટિએ ‘માનવીની ભવાઈ’ એક અદ્ભૂત કહી શકાય એવી રચના છે અને કદાચ એટલે જ  મનુભાઈ પંચોળી 'દર્શક', ઉમાશંકર જોશી, સુન્દરમ્, અનંતરાય રાવળ, ગુલાબદાસ બ્રોકર, ચીમનલાલ નાર

‘મળેલા જીવ’ નવલકથા તરીકે હિટ પણ ફિલ્મ તરીકે નહીં

Image
પન્નાલાલ પટેલની આ વાર્તા પરથી રૂપિયા 80,000 માં ફિલ્મ બની તો ખરી તેમ છતાં મુદલ પણ રિકવર ન કરી શકી           ગુજરાતી ફિલ્મ જગત અને ગુજરાતી સાહિત્ય જગતને આજે જરા દૂરનો સંબંધ છે એમ કહી શકાય. આમ કહેવાનું કારણ માત્ર એટલું કે આજની તારીખમાં તમને ગુજરાતી ફિલ્મ જગતમાં ગુજરાતી સાહિત્ય જગત સાથે સંકળાયેલી વ્યક્તિ ઘણી ઓછી જોવા મળે છે. એક સમયે ગુજરાતી ફિલ્મ જગતમાં એવી ફિલ્મો બનતી, કે જેમાં ખુદ એ સાહિત્યકાર રસ લેતા અને પોતાનું યેન કેન પ્રકારેણ યોગદાન પણ આપતા.  ગુજરાતી સાહિત્ય જગતના એક એવા સર્જક અને એના સર્જનની આજે વાત કરવી છે જેમની નવલકથા લગભગ 20થી પણ વધારે વખત પુનઃપ્રકાશિત થઈ ચૂકી છે, અનેક ભાષામાં એ નવલકથાના અનુવાદ પણ થયા છે અને રંગમંચથી માંડીને સિનેમા સુધી પોતાનો જાદુ બિખેરવામાં સક્ષમ રહી છે. આ સર્જકની 34મી પુણ્યતિથી છઠ્ઠી એપ્રિલે જ વીતી છે માટે તેમને યાદ કરતા તેમની નવલકથાઓની વાત કરવાનું એક સરસ ઉપક્રમ આપણને સાંપડ્યું છે. આ સર્જક છે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા પન્નાલાલ પટેલ અને તેમનું સર્જન છે ‘મળેલા જીવ’. ‘મળેલા જીવ’ નવલકથા પરથી કરવામાં આવેલા પ્રયોગો અને ફિલ્મોની વાત શરૂ કરતાં પહેલાં એ નવ

ફિલ્મ રિલીઝ થતાં પહેલા જ શરૂ થઈ જાય છે પબ્લિસિટી

Image
મફતિયા ડિજીટલ પ્લેટફોર્મનો ભરપૂર લાભ લઈને ફિલ્મની પડદા પાછળની મસ્તી અને કામકાજને લોકો સુધી પહોંચાડવામાં આવે છે કોઈપણ ભાષાની ફિલ્મ માટે આજે સામાન્ય જનમાનસ સુધી વહેલામાં વહેલી તકે પહોંચવા ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવો અનિવાર્ય બની ગયો છે. વળી આ માધ્મય જોવા જઈએ તો સસ્તો અને ઝડપી પણ છે. તેમ છતાં તેની કેટલીક મર્યાદા, અગવડતાઓ પણ છે. એવામાં પ્રશ્ન એ આવીને ઊભો રહે છે કે શું આ ડિજીટલ માધ્યમથી ફિલ્મનું જે વણમાંગ્યું ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યું છે એ યોગ્ય છે ખરું કે એ જાણી જોઈને કરવામાં આવે છે? વળી મફતિયા એવા સોશ્યિલ મીડિયાનો ઉપયોગ ફિલ્મના પ્રમોશન અને પબ્લિસિટી માટે કેટલો ફાયદાકારક છે? આજની તારીખમાં રિલીઝ થતી મોટાભાગની ગુજરાતી ફિલ્મો અમદાવાદ અને મુંબઈમાં શૂટ કરવામાં આવે છે. વળી કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં જઈને શૂટ કરવામાં આવતી હોય છે અથવા તો એક અલાયદો સેટ ઉભો કરવામાં આવે છે, જેથી કરીને ફિલ્મ મેકિંગના ખર્ચા પર કાપ મૂકી શકાય. જે-તે ફિલ્મો, પછી તે ગુજરાતી ફિલ્મો હોય કે અન્ય કોઈ પ્રાદેશિક ભાષાની, આજે અલગ અલગ દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી રહી છે. કેટલાક ફિલ્મ મેકર્