Posts

Showing posts from December, 2023

ઢોલીવુડે 2023માં સફળતાના દરેક ચેકબોક્સમાં પૂરા માર્ક્સ મેળવ્યા છે

Image
કચ્છ એક્સપ્રેસથી માંડીને હરિ ઓમ હરિ સુધીની આ સફરમાં હું ઈકબાલ, વશ, શુભ યાત્રા અને 3 એક્કા જેવી અનેક ફિલ્મો સફળતાના શિખરો સર કરી શકી છે. વર્ષ 2023, હવે ગણતરીના કલાકોનો મહેમાન છે અને ત્યાર બાદ એ કાયમ માટે ઈતિહાસના પાનામાં ધરબાઈ જશે. આવનારા દિવસોમાં જ્યારે ગુજરાતી ફિલ્મ જગતની ચર્ચા કરવામાં આવશે ત્યારે ચોક્કસપણે આ વર્ષને યાદ કરવામાં આવશે. વર્ષ 2023માં ગુજરાતી ફિલ્મ જગતે અનેક એવી વાર્તાઓ આપી છે જેણે આપણને મનભરીને હસાવ્યા છે, રડાવ્યા છે અને ખાસ તો વિચારતા મૂકી દીધા છે. આ વર્ષે અંદાજે 50 થી પણ વધારે કમર્શિયલ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી. જેમાંથી મોટાભાગની ફિલ્મો દર્શકોને થિયેટર સુધી લાવવામાં સફળ રહી હતી. હિતેન કુમાર, હિતુ કનોડિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય ગોરડિયા જેવા પીઠ અભિનેતાથી માંડી મલ્હાર ઠાકર, યશ સોની, મિત્ર ગઢવી, રોનક કામદાર અને શરમન જોશી જેવા યુવા કલાકારોએ પણ પોતાના અભિનયથી લોકોના મનમાં સ્થાન બનાવ્યું હતું.   ઢોલીવુડની આ રિલીઝને ત્રણ-ત્રણ મહિના ચાર ક્વૉર્ટરમાં વિભાજીત કરીને વાત કરીયે તો વર્ષની શરૂઆત જ એક ધમાકેદાર ફિલ્મ થઈ હતી જેમાં સ્ત્રીસશક્તિકરણની વાત ખૂબ જ સરળ પણ અસરક

ફિલ્મનો પ્રચાર-પ્રસાર (માર્કેટિંગ) કરવામાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈનાથી પણ પાછળ પડે એવી નથી

Image
  ફિલ્મ હું ઈકબાલ માટે તો ઈકબાલના કોસ્ચ્યુમ પહેરાવીને કેટલાક લોકોને અમદાવાદમાં ફેરવ્યા હતા અને લોકોને લાગ્યું પણ એવું કે સાચો ઈકબાલ અહીંયા જ કશે ફરી રહ્યો છે.   બજારમાં જ્યારે કોઈ નવો પ્રોડક્ટ આવે ત્યારે કંપનીઓ તેના ફીચરને વારંવાર દેખાડી દેખાડીને તેનું આકર્ષક માર્કેટિંગ કરતી હોય છે , જોરદાર જાહેરા તો કરતી હોય છે. ફિલ્મોમાં પણ આવું જ કાંઈક છે. આપણે અહીં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત નથી કરી રહ્યાં પણ ગુજરાતી ફિલ્મની વાત કરી રહ્યા છે જ્યાં આજે દરેક આવનારી નવી ફિલ્મની માર્કેટિંગ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવામાં આવી રહી છે. ગુજરાતી સિને જગત આજે ઓડિયન્સને પસંદ આવે એવો કોન્ટેન્ટ આપી રહી છે. કોમેડીથી માંડીને સસ્પેન્સ સુધી અને સામાજિક મુદ્દાઓથી માંડીને સાહિત્ય સુધીના અનેક વિષયો ફિલ્મો દ્વારા રજૂ કરવામાં આવી રહ્યાં છે. એવામાં દરેક ફિલ્મ માટે એક ચોક્કસ પ્રકારની માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવવામાં આવી રહી છે , જેથી કરીને ફિલ્મને સુપરહિટ બનાવી શકાય અને ઈચ્છિત નફો મેળવી શકાય. અહીં કેટલીક ફિલ્મની માર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે વાત કરીએ તો એમાં સૌથી પહેલાં વાત કરીએ ૨૦૨૩ માં આવેલી પલ્લવ પરીખ દિગ્દર્શિત ફિલ્મ હું

ગુજરાતી ફિલ્મોની મેકિંગ આજે સ્ટુડિયોમાંથી બહાર નીકળીને લાઇવ લોકેશન પર પહોંચી ગઈ છે

Image
  રેવા અને ચાલ જીવી લઈએ ભારતના કેટલાક રાજ્યોમાં જઈને શૂટિંગ કરી આવી છે જ્યારે ચબૂતરો અને હું તારી હીર જેવી ફિલ્મો શૂટિંગ માટે વિદેશયાત્રા કરી આવી છે ફિલ્મ મેકિંગની પ્રક્રિયા હંમેશા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહેતી હોય છે. સિરીયલ્સથી માંડીને ફિલ્મો કઈ રીતે બને છે, એક્ટર, એક્ટ્રેસ કઈ રીતે કામ કરે છે, એક ગીતના નિર્માણ પાછળ કે એક સીન શૂટ કરવા પાછળ કેટલા લોકોની મહેનત લાગે છે, ફિલ્મ મેકિંગ દરમ્યાન ફિલ્મની આખી ક્રૂ વચ્ચે, કલાકારો વચ્ચે કેવા હસી મજાક થાય છે, કયા યાદગાર કિસ્સાઓ બને છે, તો ક્યાં કોઈની સાથે વાદ-વિવાદ થાય છે, એવી અનેકાનેક વાતો જાણવાનો લોકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે. ફિલ્મ કે વેબ સિરીઝના નિર્માણની વાત કરીયે તો એ એક જટિલ પણ ક્રિએટીવ પ્રક્રિયા છે. અહીં સૌથી પહેલા લેખક પોતાના મનની વાત કાગળ પર ઉતારી એક વાર્તાને જન્મ આપે છે. ડિરેક્ટર એ વાર્તાનું સંવર્ધન કરી એનો સંપૂર્ણ ઘાટ ઘડે છે, જ્યારે નિર્માણકર્તા એ વાર્તાને પોષે છે. અભિનેતાઓ એ વાર્તાને પોતાના જીવનનું સત્ય સમજી એને પડદા પર નિભાવે છે અને છેવટે પ્રેક્ષકવર્ગ એ વાર્તા કહેવાનો ઉદ્દેશ આત્મસાદ કરી એને વધાવી લેય છે. આજના આ

ગુજરાતી ફિલ્મો જોનારો વર્ગ આજે બદલાયો છે અને વાર્તા પણ બદલાઈ છે

Image
સમયાંતરે ફિલ્મોની વાર્તા હવે સંતો, નવલકથાઓ જ નહીં પણ સામાજિક મુદ્દા,  અંધશ્રદ્ધા, સસ્પેન્સ, પ્રેમ ત્રિકોણ જેવા અનેક મુદ્દાઓ પર બની રહી છે જેથી કરીને  એક ચોક્કસ વર્ગને ટાર્ગેટ કરી શકાય અને ફિલ્મને સફળ બનાવી શકાય ગુજરાતી ફિલ્મોની વાત કરો તો આજની યુવા પેઢીમાંથી ગણ્યા ગાઠ્યા એવા યુવાઓ મળશે જે ગુજરાતી ફિલ્મો જોતા હશે. હા, જો આ ગુજરાતી ફિલ્મો વિશે આપણે એ પેઢીને પૂછીયે જે આજે માતા-પિતા કે દાદા-દાદી બની ચૂકી છે, તો તેમની પાસેથી અદ્ભૂત ખજાનો જાણવા અને માણવા મળી શકે છે. જોકે આજે ગુજરાતી ફિલ્મોની રજૂઆત અને વાર્તા મહદઅંશે બદલાઈ ગઈ છે, તેમ છતાં આવો નજર કરીએ ગુજરાતી વાર્તાનાએ બદલાતા રૂપરંગની. ગુજરાતી ફિલ્મોના એ જૂના દિવસો યાદ કરીયે તો છેક 1932માં જવું પડે જ્યારે પહેલી ગુજરાતી ફિલ્મ “ નરસિંહ મહેતા ” રિલીઝ થઈ હતી. સાગર મૂવીટોન દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ ફિલ્મનું ડિરેક્શન નાનુભાઈ વકીલે કર્યું હતું. આ શરૂઆત બાદ ગુજરાતી ફિલ્મોની ગાડી કાચબાગતિએ આગળ વધી રહી હતી પણ સ્વતંત્રતા સંગ્રામ અને વિશ્વયુદ્ધને લીધે કેટલાય વર્ષો સુધી ગુજરાતી ફિલ્મો બનાવવામાં નહોતી આવી. આ મુદ્દાઓ થાડે પડ્યાના કેટલાક વર્ષો બા